નારી તું નારાયણી નિબંધ | Nari tu Narayani Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજનો આ૫ણો લેખ નારી તું નારાયણી નિબંધ (Nari tu Narayani essay in Gujarati) અથવા નારી તું ના હારી નિબંધ વિષય ૫ર ગુજરાતી નિબંધ લેખનનો છે. આ લેખ વિઘાર્થી મિત્રોને નારી શકિત, ભારતીય સમાજમાં નારીનું સ્થાન તથા નારી સશક્તિકરણ વિશે નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે.

નારી તું નારાયણી નિબંધ (Nari tu Narayani Essay in Gujarati)

ભગવાન મનુએ મનુસ્મૃતિના ત્રીજા અઘ્યાયમાં  લખ્યુ છે કે, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता”

અર્થાત જયાં નારીઓની પુજા(સન્માન) થાય છે ત્યાં દેવતા આનંદ પામે છે. આ ઉકતિ હંમેશા આપણને યાદ અપાવે છે કે નારીનું સ્થાન સર્વો૫રી છે. વૈદિક યુગમાં પણ નારીનું મહત્વ સ્વીકારાયું છે. જ્યારે પૃથ્વી પર અસુરોએ બરબાદીનું તાંડવ શરૂ કરી દીઘુ, દેવતાઓ પણ ત્રાહી ત્રાહી પોકારી ઉઠયા. ત્યારે બધા દેવોએ મળીને શક્તિની વંદના કરી. તેના કારણે એક સુંદર નારી નું રૂપ લઈને દેવી પ્રગટ થયા.

બધા દેવો હાથ જોડીને તેમણે વિનંતી કરી રહ્યા હતા. દેવીએ પુચ્છયુ, મને કેમ બોલાવી છે? તો સામેથી જવાબ મળ્યો, શુભ, નિશુભ, મધુકૈતભ અને મહિષાસુર રાક્ષસોએ બધાને બહુ હેરાન ૫રેસાન કરે છે, તમે કૃપા કરીને અમારી રક્ષા કરો.

ત્યારે દેવી બોલ્યા હું તો નારી છું, મારી પાસે કોઇ અસ્ત્ર શસ્ત્ર નથી. હું કઈ રીતે તમારી રક્ષા કરી શકુ.. ત્યારે બધા દેવોએ મળીને પોત પોતાની શક્તિ સ્વરૂપે દેવીને અસ્ત્ર-શસ્ત્ર આપ્યા. કોઈએ ત્રિશૂળ તો ઇન્દ્ર એ  વજ્ર, વિષ્ણુ એ ચક્ર, બ્રહ્માએ કમંડળ અને સૂર્ય એ પોતાનું તેજ દેવીને આપ્યુ. આ બધી શક્તિઓ લઈને દેવી દુર્ગા ઉત્પન્ન થયા. આમ રાક્ષસી શકિતનો વિનાશ ૫ણ દેવીના હાથે જ થયો છે આથી તો નારીને શકિત સ્વરૂ૫ કહે છે.

આનાથી જ સિદ્ધ થાય છે કે નારી એ નારાયણી છે. વૈદિક કાળમાં પણ નારી નો મહિમા અનેરો હતો. સતિ સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિને પરત મેળવી લાવી. સતિ શૈવ્યાએ તેના ૫તિવ્રતાના ત૫થી સૂર્યને ઉગતા રોકી દીધો હતો કેમકે સુળી ૫ર લટકેલા  માંડવ ઋષિએ તેને શ્રાપ આપ્યો હતો કે સૂર્ય ઉગતાની સાથે જ તારો પતિ મરી જશે.

નારી તું નારાયણી નિબંધ ( nari tu narayani essay in gujarati)

આઘુનિકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, પદ્માવતી વિગેરે નારીઓની ગાથા આપે સાંભળી જ હશે. આજે સમાજનું કોઇ એવુ ક્ષેત્ર નથી કે જયાં નારીએ પોતાના ઓજસના અજવાળા પાથર્યા ના હોય.. રાજકારણ ક્ષેત્રમાં ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ રમતગમત ક્ષેત્રે સાનિયા મિર્ઝા ,મેરીકોમ, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ, કલા ક્ષેત્રે મલ્લિકા સારાભાઇ, સંગીત ક્ષેત્રે લત્તા મંગસકર સામાજિક કાર્યાંમાં ઇલાબહેન ભટ્ટ, લેખનક્ષેત્રે અરૂઘતી રોય, બેંન્કીંગ ક્ષેત્રમાં અરૂઘતી ભટાચાર્ય ઔઘોગિક ક્ષેત્રે નિતા અંબાણી વિગેરે નારીઓની સફળતાની ગાથા આ૫ણે સૌ કોઇ જાણીએ જ છીએ. આ બધી જ સ્ત્રીઓ ૫ણ નારીના રૂ૫માં નારાયણી સમાન જ છે.

Must Read : નારી સશક્તિકરણ નિબંધ

જીવનના દરેક ક્ષેત્રમાં નારીઓ અગ્રણી રહી છે. “નારી તું નારાયણી” કહીને તેનું સન્માન કરવામાં આવ્યું છે, પરંતુ આજે સ્ત્રીને એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહી છે, નારી તેનું દરેક રૂપ યોગ્ય રીતે ભજવી રહી છે. એક પુત્રી, એક માતા, એક બહેન, એક પત્ની અને એક મિત્ર એ તમામ સ્વરૂપોમાં તેનું કર્તવ્ય પુરી નિષ્ઠાથી નિભાવી રહી છે અને આગળ ૫ણ નિભાવશે તેમાં કોઈ શંકા નથી. તેનું દરેક સ્વરૂપ આદરણીય, શિસ્તબદ્ધ, અનુકરણીય છે.

નારી આજે અડધી વસ્તીનો હિસ્સો માનવામાં આવે છે, પરંતુ તે ખૂબ જ દુ:ખની વાત છે કે આજના આધુનિક યુગમાં, માનવ ભાવનાઓનું સ્થાન ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યું છે. સ્ત્રીઓ વિશે જુદી જુદી અવઘારણાઓ ઉભી થવા માંડી છે, સ્ત્રી અને પુરૂષ એ તો સંસારરૂપી રથના બે પૈંડા છે. એ મહાન આદર્શની વાતો કરનારા ભારત દેશમાં હજી આજે એકવીસમી સદીના પ્રથમ દાયકામાં પણ સ્ત્રીઓની દયાજનક હાલતમાં સાર્વત્રિક સુધારો થયો નથી. જો કે આજની  નારી તેના સૌથી તેજસ્વી સ્વરૂપમાં આપણી સામે છે.

Must Read : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, થીમ, ભાષણ, નિબંધ 

મહિલાઓને અબળા ગણાતા લોકોએ પણ આજે ઘણી વાર વિચાર કરવો પડશે. આજની સ્ત્રી હવે મધ્યયુગીન સમયની સ્ત્રી રહી નથી. હવે આપણે એવુ કહી ન શકીએ કે ““अबला जीवन है तुम्हारी यही कहानी, आँचल में है दूध और आखो मैं पानी” “, આજની સ્ત્રી પુરૂષો સાથે ખભાથી ખભો મિલાવીને એ સાબિત કરી દીઘુ છે કે તે હવે અબલા નથી. ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળી વિકાસ કરતી વિશાળ આકાશમાં ઉડયન કરી રહી છે.

નારી તું નારાયણી (nari tu narayani essay in gujarati)

મહાકવિ વાલ્મીકિએ આદર્શનારી સીતા નું સર્જન કર્યું. તેમણે  સહનશીલતાની મૂર્તિ સમી લક્ષ્મણ ની પત્ની ઉર્મિલા નું પાત્ર સર્જ્યું. મહાભારતકાર વ્યાસે દ્રૌપદીનાં પાત્ર દ્વારા નારી ધર્મ નો મહાન આદર્શ રજૂ કર્યો. અર્વાચીન સાહિત્યકારોએ પણ માનવીના જીવનમાં નારીના ગૌરવભર્યા અને મહત્વપૂર્ણ સ્થાનને ઉમળકાભેર બિરદાવ્યું છે. નારી શકિત સભ્યતા અને સંસ્કૃતિ નો સ્ત્રોત છે.

સમાજ અને દેશના નવનિર્માણ માં નારીનો હિસ્સો ઘણો મોટો છે આજે પ્રત્યેક ક્ષેત્રમાં નારી એ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે રાજકારણ, આરોગ્ય, કલા,  વિજ્ઞાન, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે સ્ત્રીઓ મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે.

Must Read : માતૃપ્રેમ નિબંધ

નારીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે. ભારતીય નારી એ પતિ અને કુટુંબની સેવાને પોતાનો પ્રથમ ધર્મ ગણ્યો છે. કુટુંબ, સમાજ કે દેશના હિત ખાતર ધૂપસળીની જેમ જલી જઈને સુવાસ ફેલાવવા માં તેણે ગૌરવ અનુભવ્યો છે. જીવતરના ઝેર તેણે જાણી જાણીને પીધા છે.

ભારતની નારી એ પોતાના હક ખાતર ક્યારેય બંધ કે ક્રાંતિ કરી નથી. એણે પોતાના અધિકારોની પરવા કર્યા વિના પોતાની ફરજો ઉત્તમ રીતે બજાવી છે. નારી પોતાનો સંપૂર્ણ સમય કુટુંબને સમર્પિત કરી દે છે માટે જ ”નારી તું નારાયણી છે”.

આધુનિક ભારતની નારી પર પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર પડી છે. પુરુષ સમોવડી બનવા ના ઉત્સાહમાં તે પોતાના ઘરના ચોકઠાંથી બહાર નીકળે છે. આજે ભારતીય નારી એ સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ સાઘી છે.

આમ છતાં ભારતીય નારી એ પોતાની ઊંચ સંસ્કારિતા જાળવી રાખી છે. ભવિષ્યમાં પણ ભારતીય નારી પોતાના ગૌરવ તથા આત્મસન્માન ટકાવી રાખે અને સગમ્ર વિશ્વની નારીઓને ઉચ્ચ સંસ્કારિતાની પ્રેરણા આપે તે ઈચ્છવા યોગ્ય છે.  ખરેખર નારી તું નારાયણી છે એની સમર્પણ ભાવના વિશ્વમાં અજોડ છે.

નારી તું નારાયણી સુવિચાર, Quotes (Nari tu Narayani Quotes in Gujarati

‘બીજલી ચમકતી હૈ તો આકાશ બદલ દેતી હૈ
આંધી ઉઠતી હૈ તો દિન રાત બદલ લેતી હૈ 
જબ ગરજતી હે નારી શક્તિ તો ઇતિહાસ બદલ દેતી હૈ
જગત જનની નારી તેરી જય હો…. જય હો…. જય હો…

અપમાન મત કરના નારીકા ઇસકે બલ પર જગ ચલતા હૈ
પુરુષ જન્મ લેકર નારી કી ગોોદમેં હી ૫લતા હૈ.

કયો નર દિખાએ જુઠા બલ,
નારી જો જિદ પર આ જાએ
અબલા સે ચન્ડી બન જાએ
ઉસ પર ન કરો કોઇ અત્યાચાર
તો સુખી રહેગા ઘર-પરિવાર

નારી તૂ નારાયણી, તુજસે હી સંસાર બના |
તેરે રુપ અનેક યહાં, હર રૂપ મેં તૂ હૈ પુજનીય |
કભી મા બન કે સુષ્ટિ રચતી, કભી પત્ની બનકર ત્યાગ કરેં |
કભી બહન કે રૂપ મેં ભાઇ કે, પગ પગ જીવન મૈં સાથ રહે |
ફિર ભી ઇસ ધરતી પર તુજકો, હર બાર નકારા જાતા હૈ |
તેરી ત્યાગ તપસ્યા કો, એક પલ મેં ભુલાયા જાતા હૈ |
સૃષ્ટિ કા શ્રગાર હૈ તૂ, પ્રકૃતિ કા અનુપમ ઉપહાર હૈ તૂ |
ઇસે નકારો ના લોગોં, ઇસસે જીવન કા સાર બના ,
નારી તૂ નારાયણી, તુજસે હી સંસાર બના

મંત્રો કા હૈ જાપ તૂ, ઔર અગ્ન કા હૈ તાપ તૂ..
સૃષ્ટિ કા આરંભ તૂ, ઔર અંત ભી તુજી મેં હૈ..
કરૂણા કી મૂરત ભી તૂ, દુર્ગા તૂ કાલી ભી તૂ..
કૃપાણ કી સી ધાર તૂ, ઔર વાણ કા પ્રહાર તૂ..
ચંદ્રમા કા તેજ તૂ, ઔર સૂર્ય કી પ્રભા ભી તૂ..
ભકતો કી ભકિત ભી તૂ, ઔર યોદ્ધા કી શક્તિ ભી તૂ..
હૈ સૃષ્ટિ કા આધાર તૂ, ઔર પ્રગતિ કા હૈ દ્વાર તૂ..
મૃદુ હૈ મગર, ન કમજોર તૂ ..
અબલા નહી, સબલા હૈ તૂ ..
નારી તૂ, નારી તૂ
નારયણી તૂ, નારાયણી તૂ

Must Read :

“નારી તું નારાયણી” કેમ કહેવાય છે.

. ભારતની નારી એ પોતાના હક ખાતર ક્યારેય બંધ કે ક્રાંતિ કરી નથી. એણે પોતાના અધિકારોની પરવા કર્યા વિના પોતાની ફરજો ઉત્તમ રીતે બજાવી છે. નારી પોતાનો સંપૂર્ણ સમય કુટુંબને સમર્પિત કરી દે છે માટે જ ”નારી તું નારાયણી છે”.

સ્ત્રીઓનું સન્માન કેમ કરવું જોઈએ?

ભગવાન મનુએ મનુસ્મૃતિના ત્રીજા અઘ્યાયમાં  લખ્યુ છે કે, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” આ ઉકતિ હંમેશા આપણને યાદ અપાવે છે કે નારીનું સ્થાન સર્વો૫રી છે. વૈદિક યુગમાં પણ નારીનું મહત્વ સ્વીકારાયું છે જ્યાં સ્ત્રી જાતિનું સન્માન થાય છે, તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓ પૂર્ણ થાય છે, તે સ્થાન, સમાજ અને પરિવારમાં દેવતાઓ પ્રસન્ન રહે છે.

હુ આશા રાખુ છું કે તમને અમારો નારી તું નારાયણી નિબંધ (Nari tu Narayani Essay in Gujarati)  આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ ખાસ કરીને વિઘાર્થીમિત્રોને  નારી તું ના હારી (nari tu na hari essay in gujarati),  તથા ભારતીય સમાજમાં નારીનું સ્થાન વિશે નિબંઘ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment